Thursday 2 January 2014

દેવી-દેવતાઓનાં વાહનો શું શીખ આપે છે?

હિન્દુ ધર્મમાં વિવિધ દેવી-દેવતાઓનું સ્વરૂપ અલગ-અલગ જણાવાયું છે. દરેક દેવતાનું સ્વરૂપ તેમના આચરણ તથા વ્યવહાર અનુસાર જ આપણા ધર્મગ્રંથોમાં ર્વિણત છે. સ્વરૂપની સાથે તે દેવતાઓનાં વાહનોમાં પણ વિવિધતા જોવા મળે છે. ધર્મગ્રંથો અનુસાર મોટાભાગના દેવતાઓનાં વાહન પશુ-પક્ષી જ હોય છે. દેવતાઓનાં વાહન તરીકે આ પશુ-પક્ષી કોઈ ને કોઈ રીતે આપણને જીવન જીવવાનો પાઠ પણ ભણાવે છે. જાણીએ કેટલાંક મુખ્ય દેવી-દેવતાઓનાં વાહન વિશે... ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. તેને પક્ષીઓનો રાજા પણ કહે છે. ગરુડની વિશેષતા એ છે કે આકાશમાં ખૂબ ઊંચાઈએ ઊડવા છતાં પણ તે પૃથ્વી પર વિચરતા નાનામાં નાના જીવો પર નજર રાખી શકે છે. તેનામાં અસીમ શક્તિ રહેલી છે. તે જ રીતે ભગવાન વિષ્ણુ સૌનું પાલન કરનારા તથા પ્રત્યેક જીવનું ધ્યાન રાખનારા છે. તેમની નજર હંમેશાં દરેક જીવ પર હોય છે. તેમના પર સૌની રક્ષાનો ભાર છે, તેથી તેઓ પરમ શક્તિશાળી પણ છે. ભગવાન શંકરનું વાહન બળદ ધર્મગ્રંથોમાં ભગવાન શંકરનું વાહન બળદ જણાવાયું છે. તેનું નામ નંદી છે. બળદ ખૂબ જ મહેનતુ જીવ હોય છે. તેને ખેડૂતોનો મિત્ર પણ કહે છે. તે શક્તિશાળી હોવા છતાં પણ શાંત અને ભોળો છે. તે જ રીતે ભગવાન શિવ પણ પરમયોગી તથા તપના બળે શક્તિશાળી હોવા છતાં પણ ખૂબ જ શાંત અને ભોળા છે, તેથી જ તેઓ જગતમાં ભોળાનાથ તરીકે પ્રસિદ્ધ છે. ભગવાન શંકરે જે રીતે કામને ભસ્મ કરીને તેના પર વિજય મેળવ્યો હતો તે જ રીતે તેમનું વાહન બળદ પણ કામી નથી. તેનો કામ પર સંપૂર્ણ અંકુશ છે. નંદી કર્મઠતા અને શક્તિનો પણ પ્રતીક છે. તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક કથા પ્રમાણે નંદી એક વાર પહેરો ભરવાનું કામ કરી રહ્યો હતો. જ્યારે શિવ પાર્વતીજી સાથે વિહાર કરી રહ્યા હતા. ભૃગુ ઋષિ શિવજીનાં દર્શન માટે આવ્યા, પરંતુ નંદીએ તેમને ગુફાની અંદર ન પ્રવેશવા દીધા. તેથી ભૃગુ ઋષિએ નંદીને શાપ આપ્યો, પરંતુ નંદીએ નિર્વિકાર રૂપે માર્ગ રોકી જ રાખ્યો, કારણ કે તે શિવ-પાર્વતીની આજ્ઞા હતી કે કોઈ અંદર ન આવે. બીજી એક કથા પ્રમાણે એક વાર રાવણે પોતાના હાથ પર કૈલાસ પર્વત ઉઠાવી લીધો હતો. તેથી નંદીએ ક્રોધમાં આવીને રાવણના હાથને પોતાના પગથી દબાવી દીધો અને ત્યાં સુધી તેના પરથી પગ ન લીધો જ્યાં સુધી તેણે શિવજીની આરાધના અને પોતાની ક્ષમા ન માગી. રાવણે ક્ષમા માંગતા નંદીએ તેને મુક્ત કર્યો. શિવ કલ્યાણકારી ભાવોના પ્રતીક છે, તો નંદી કર્મઠતા અને શક્તિના પ્રતીક છે. આ બંનેના માધ્યમથી જ કલ્યાણનો ફેલાવો થવો શક્ય છે. વિઘ્નહર્તાનું વાહન મૂષક ભગવાન શ્રી ગણેશનું વાહન મૂષક અર્થાત્ ઉંદર છે. ઉંદરની વિશેષતા એ છે કે તે દરેક વસ્તુને કોતરી કાઢે છે. તે એ નથી જોતું કે વસ્તુ કામની છે કે નકામી, કીમતી છે કે સામાન્ય. તે કંઈ પણ વિચાર કર્યા વગર બધું જ કોતરી ખાય છે. એ જ રીતે ઈર્ષ્યાળુ વ્યક્તિ પણ શુભ કે અશુભ કાર્યની પરવા કર્યા વગર દરેક કાર્યમાં બાધાઓ કે વિઘ્નો ઉત્પન્ન કરે છે. વિઘ્નહર્તા શ્રી ગણેશ બુદ્ધિ અને જ્ઞાન તથા ઈર્ષ્યાળુ વ્યક્તિ મૂષક છે. જેને ગણેશજીએ પોતાના પગ નીચે દબાવીને પોતાની સવારી બનાવી દીધી છે. શ્રી ગણેશ અને તેમનું વાહન એ શીખ આપે છે કે અવગુણોનું દમન કરીને જ્ઞાનને અપનાવવું જોઈએ. દુર્ગામાનું વાહન સિંહ શાસ્ત્રોમાં દેવીનું વાહન સિંહ જણાવાયું છે. સિંહ એક સંયુક્ત પરિવારમાં રહેનારું પ્રાણી હોય છે. તે પોતાના પરિવારની રક્ષા કરવાની સાથે વનમાં રહે છે. તે વનનું સૌથી શક્તિશાળી પ્રાણી હોય છે, તેથી જ તેને જંગલનો રાજા કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તે પોતાની શક્તિનો વ્યર્થ વ્યય નથી કરતો, તે જરૂરિયાત જણાય ત્યારે જ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. તે જ રીતે દુર્ગા માતા પણ વિપત્તિના સમયે જ પોતાની શક્તિનો ઉપયોગ કરીને ભક્તોને ઉગારે છે. આપણને દેવીના વાહન સિંહ પાસેથી એવો સંદેશ મળે છે કે ઘરની મુખ્ય વ્યક્તિ અથવા સ્ત્રીએ પોતાના પરિવારને એક છત્ર નીચે જોડી રાખવો જોઈએ તથા વ્યર્થ કાર્યોમાં પોતાની બુદ્ધિ ન દોડાવતા, પોતાના ઘર-પરિવારના લોકોને સુખી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે, "હે યુવાઓ, તમે સિંહ જેવા નિર્ભય બનો અને આગળ વધતા જાઓ." લક્ષ્મીજીનાં વાહન હાથી તથા ઘુવડ માતા લક્ષ્મીનું વાહન સફેદ રંગનો હાથી હોય છે. હાથી હિંસક પ્રાણી નથી. હાથી પણ એક પરિવાર સાથે હળી-મળીને રહેનારું સામાજિક તથા બુદ્ધિમાન પ્રાણી હોય છે. તેમના પરિવારમાં માદાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. તે જ રીતે પોતાના પરિવારને એક સૂત્રે જોડી રાખનાર તથા ઘરની સ્ત્રીઓને આદર-સન્માન આપનારના ઘરે જ લક્ષ્મી નિવાસ કરે છે. પોતાના ઘરની સ્ત્રી એ સાક્ષાત્ લક્ષ્મી સ્વરૂપા જ છે. આ વાતને સમજાવવા માટે તેઓ હાથી પર સવાર રહે છે. હાથી સિવાય લક્ષ્મીજીનું બીજું એક વાહન પણ છે, તે ઘુવડ છે. ઘુવડ હંમેશાં ક્રિયાશીલ હોય છે. તે પોતાનું પેટ ભરવા માટે સતત કર્મશીલ હોય છે. તે પોતાનું કાર્ય સંપૂર્ણ તન્મયતા સાથે પૂરું કરે છે. તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ રાત-દિવસ મહેનત કરે છે, લક્ષ્મીજી તેના પર હંમેશાં પ્રસન્ન રહે છે તથા તેના ઘરમાં સ્થિર વાસ કરે છે. સરસ્વતીમાનું વાહન હંસ માતા સરસ્વતીનું વાહન સુંદર અને શ્વેતવર્ણી હંસ છે. હંસમાં એક અનોખો ગુણ હોય છે. જો તેની સામે દૂધ તથા પાણી મેળવીને રાખવામાં આવે તો પણ તે પાત્રમાંથી દૂધ પી લે છે તથા પાણીને છોડી દે છે. એટલે કે તે માત્ર ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે. દેવી સરસ્વતી વિદ્યાની દેવી છે. ગુણ તથા અવગુણને ઓળખવાનું ત્યારે જ શક્ય છે જ્યારે તમારામાં જ્ઞાન હોય. આ જ્ઞાન મનુષ્યોમાં આવે તે માટે વિદ્યાની દેવી માતા સરસ્વતી હંસ પર સવાર હોય છે. આ સિવાય હંસ બ્રહ્માજી અને ગાયત્રીનું પણ વાહન છે. સૂર્ય દેવનું વાહન રથ ભગવાન સૂર્યનારાયણનું વાહન રથ છે જેમાં સાત અશ્વો એટલે કે ઘોડા જોડેલા છે. આ ઘોડા અઠવાડિયાના સાત વારનાં પ્રતીક છે. રથનું એક પૈડું એક વર્ષનું પ્રતીક છે, જેમાં બાર આરા હોય છે. ભગવાન સૂર્યનારાયણના વાહન સાથે ઘોડા જોડેલો રથ એ વાતનું પ્રતીક છે કે આપણે વર્ષના દરેક મહિના અને અઠવાડિયાના સાતે વારમાં હંમેશાં ક્રિયાશીલ રહેવું જોઈએ, તો જ જીવનમાં પ્રકાશ ફેલાય છે. અશ્વમેધ યજ્ઞા સાથે પણ અશ્વોનો સંબંધ હોવાથી તેમને પૂજ્ય માનવામાં આવે છે

Monday 9 December 2013

કોણ છે હિન્દુ ? હિન્દુત્વનો અર્થ શું છે ? ભાગ ૨

હિંદુ ધર્મનો વિશ્વ વિખ્યાત મહાન ગ્રંથ ગીતા
માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ દ્વારા વિશ્વને અપાયેલો અનુપમ ઉપહાર એટલે ગીતા. સમગ્ર વિશ્વમાં ગીતા નામના ગ્રંથને નિર્વિવાદ રૂપે સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એકમાત્ર ગીતામાં જ સમસ્ત ધર્મો અને માનવજીવનનો સાર સમાયેલો છે. આટલા નાના આકારમાં આટલું વિશાળ, વ્યાપક અને ગંભીર શાશ્વત જ્ઞાન પ્રદાન કરનાર અન્ય કોઈ ગ્રંથ નથી. ગીતામાં સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ ગ્રંથોનો નિચોડ સમાયેલો છે. ગીતા સાથે તુલના કરવામાં આવે, તો તેની સામે સમસ્ત સંસારનું જ્ઞાન તુચ્છ છે. ગીતામાં જીવન પ્રબંધનગીતા એક ઉચ્ચકોટિનું દર્શનશાસ્ત્ર છે. માનવજીવનના સર્વોત્તમ સદઉપયોગ દર્શાવનાર ગીતા જેવા અન્ય ગ્રંથો વિશ્વભરમાં ઉપલબ્ધ નથી. માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ચાહે કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયને માનનારો વ્યક્તિ હોય, તેણે જીવનમાં એક વખત ગીતાનું પૂર્ણ મનોયોગથી અધ્યયન કરવું જોઈએ. ગીતામાં નિશ્વિતરૂપથી માનવજીવનની સમસ્ત સમસ્યાઓનું અંતિમ અને સ્થાયી સમાધાન નિહિત છે.
હિંદુ ધર્મના આધાર ગ્રંથ વેદ:---- હિંદુ ધર્મના પ્રામાણિક અને મૂળ ધર્મ ગ્રંથ વેદ છે. વેદનો અર્થ છે જ્ઞાન અથવા વિવેક. વેદ માનવ રચિત નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા સુપાત્ર, યોગ્ય ઋષિ-મુનિઓને નિ:શબ્દ વાણીમાં પ્રદાન કરાયેલી અનુભૂતિઓનો લિપિબદ્ધ સંગ્રહ છે. વેદોની સંખ્યા ચાર છે. જેના નામ આ પ્રકારે છે - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તમામમાં ઋગ્વેદ સૌથી વધારે પ્રાચીન છે. ઋગ્વેદ સર્વકલ્યાણકારી પ્રાર્થનાઓનો સંગ્રહ છે. યજુર્વેદમાં યજ્ઞના વિધાનો અને કર્મકાંડનું વિવર છે. સામવેદમાં ઋગ્વેદની પસંદ કરાયેલી ઋચાઓને સંગીતબદ્ધ કરાઈ છે. જેનો વિશેષ યજ્ઞ પ્રસંગે સસ્વર સંગીતમય પાઠ કરવામાં આવે છે. સામવેદ વિભિન્ન રાગ-રાગિણીઓનું ઉદગમ છે. અથર્વવેદ નીતિ સંબંધી સિદ્ધાંતોનું સંકલન છે. તેમાં આયુર્વેદ, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, આયુ અને વૃદ્ધિ સંબંધી તથ્યોનું વિસ્તૃત વિવરણ છે.
હિન્દુ ધર્મમાં અવતારની પરંપરા હિન્દુ ધર્મમાં ઇશ્વર પૃથ્વી પર અવતર્યા હોવાની માન્યતા છે. ધરતી પર અધર્મ, અત્યાચાર તેમજ અવ્યવસ્થામાં વધારો થતાં જ ઇશ્વર મનુષ્ય રુપમાં અવતાર લે છે તેવું આ ધર્મમાં માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પરમાત્માના દસ અવતારો ગણાવવામાં આવ્યા છે, જે કંઇક આ પ્રમાણે છે : 1. મત્સ્ય અવતાર 2. કૂર્મ અવતાર 3. વારાહ અવતાર 4. નરસિંહ અવતાર 5 વામન અવતાર 6. પરશુરામ અવતાર 7. રામ અવતાર 8. કૃષ્ણ અવતાર 9. બુદ્ધ અવતાર 10 કલ્કિ અવતાર વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ અને શિવના ઉપાસક શૈવ કહેવાય છે. કેટલાક લોક શિવ, વિષ્ણ, સૂર્ય, ગણપતિ અને અંબિકાની સંયુક્ત રીતે પંચદેવ સ્વરુપમાં ઉપાસના કરે છે. તો વળી કેટલાક લોક કોઇ પણ વિશિષ્ટ સંપ્રદાયની દીક્ષા ન લઇને માત્ર મનમાં જ ધર્મનું પાલન કરે છે. આ સિવાય પણ હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય ,માધવાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે ધર્માચાર્યોએ અદ્વૈવ, વિશિષ્ટતા દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત જેવા અનેક સંપ્રદાયો ચલાવ્યા. આમાંથી જેને જે સંપ્રદાય પસંદ છે તે પ્રમાણે તે તેની ઉપાસના કરે છે.
હિન્દુ ધર્મની શીખ 1 ઇશ્વર એક છે, સર્વ શક્તિમાન છે અને સર્વસમર્થ છે. 2 એક જ ઇશ્વરને સંસારમાં અલગ-અલગ નામોથી બોલાવવામાં આવે છે. વ્યક્તિ ઇશ્વરને ભગવાન, અલ્લાહ, પરમાત્મા, વાહે ગુરુ જેવા જુદા-જુદા નામોથી સંબોધન કરે છે. 3 સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, પરોપકાર, ત્યાગ, સાદગી જેવા ઉત્તમ માનવીય આદર્શોને જીવનમાં ઉતારવા એ હિંદુ ધર્મની ઓળખ છે. 4 દરેક મનુષ્ય તેમજ અન્ય જીવોમાં પણ પોતાનું રુપ જોવું તેમજ પ્રેમ અને ભાઇચારા સાથે જીવન જીવવું એ જ મનુષ્યનો ધર્મ છે. 5 સંસારના સુખ-વૈભવ તેમજ ભોગ વિલાસ નષ્ટ થવાના છે તેમ માનીને તેમાં મન ન પરોવવું. 6 આત્માને જ પોતાનું વાસ્તવિક સ્વરુપ ગણી શારીરિક સુખ કે ભોગવિલાસમાં જીવનને વ્યર્થ ન બનાવવું. 7 અન્યોમાં દોષ ન જોતાં પોતાના દુર્ગુણોને શોધવા તેમજ દૂર કરવા. 8 આત્મા જ મનુષ્યનું વાસ્તવિક સ્વરુપ છે, આત્મા અમર છે. મૃત્યુ સમયે માત્ર શરીર બદલાય છે, આત્મા અમર તેમજ અવિનાશી છે. 9 સેવા, પરોપકાર તેમજ સદ્કર્મો દ્વારા માનવ જીવનના અંતિમ લક્ષ્યો જેવા કે પૂર્ણતા, મોક્ષ, નિર્વાણ, આત્મજ્ઞાનને પામવામાં આવે છે. 10 પૂર્ણતા, પવિત્રતા, નૈતિકતા તેમજ સાદગીપૂર્ણ જીવન જીવી જીવનના અંતિમ લક્ષ્ય માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. 11 પોતાના અંગત લાભ કે સ્વાર્થને ભૂલી પરોપકાર તેમજ વિશ્વ કલ્યાણ માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. 12 ગાય, ગંગા, ગીતા, ગાયત્રી, વેદ અને રામાયણ અત્યંત પવિત્ર છે તેમજ દરેક હિંદુ માટે પૂજ્ય છે. 13 માતા-પિતા, ગુરુ, વિદ્વાનો, વડીલો, સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો તેમજ આચાર્યોની સેવા અને સન્માન કરવું તે દરેક હિંદુનું કર્તવ્ય છે. 14 વ્રત, ઉપવાસ, તપ, ત્યાગ, પ્રેમ, યોગ વગેરેના માધ્યમ દ્વારા શારીરિક તેમજ માનસિક પવિત્રતા પ્રાપ્ત કરવી જોઇએ. 15 સાંસારિક જીવન અસ્થાયી છે. શરીરનું મૃત્યુ નિશ્વિત છે. માટે આત્મા તેમજ આત્મજ્ઞાનની શોધ દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે

કોણ છે હિન્દુ ? હિન્દુત્વનો અર્થ શું છે ? ભાગ ૧

‘ સિંધૂ નદીના ઉદ્ગમ સ્થાનથી લઇને હિંદમહાસાગર સુધીની ભારત ભૂમિ જેની માતૃભૂમિ તથા પવિત્ર ભૂમિ છે તે હિન્દુ કહેવાય છે અને તેનો ધર્મ છે હિન્દુત્વ.’ વાસ્તવમાં હિંદુ શબ્દ ભૌગોલિક (દેશ સંબંધિત) છે. મુસલમાનોને આ શબ્દ ફારસ અથવા ઈરાનમાં મળ્યો હતો. ફારસી શબ્દ-કોષોમાં હિંદ અને તેમાંથી ઉત્પન્ન થયેલા અનેક શબ્દો મળી આવે છે. જેમ કે હિંદુ, હિંદી, હિન્દુવી, હિંદુવાણી(કે હિંદુવાની), હિંદુકુશ વગેરે. આ શબ્દોના અસ્તિત્વ પરથી સ્પષ્ટ થાય છે કે હિંદ શબ્દ મૂળરુપે ફારસી છે અને તેનો અર્થ ‘ભારતવર્ષ’ છે. ફારસી વ્યાકરણ અનુસાર સંસ્કૃતનો ‘સ’ અક્ષર ‘હ’માં પરિવર્તિત થઇ જાય છે. આ જ કારણે ‘સિંધૂ’ (સિંધૂ નદી) શબ્દ ‘હિંદૂ’ થઇ ગયો. પહેલા હિન્દમાં રહેનારા લોકો હિન્દૂ કહેવાતા. ધીમે-ધીમે સમગ્ર ભારત માટે તેનો પ્રયોગ થવા લાગ્યો. આ પ્રકારે વ્યાપક રુપમાં ભારતમાં રહેતા લોકોનો ધર્મ હિન્દુ કહેવાવા લાગ્યો. હિન્દુ અને હિન્દુત્વની એક નવી પરિભાષા લોકમાન્ય તિલકે પ્રસ્તુત કરી હતી. જે આ પ્રમાણે છે: ‘સિંધૂ નદીના ઉદ્ગમ સ્થાનથી લઇને હિંદમહાસાગર સુધીની ભારત ભૂમિ જેની માતૃભૂમિ તથા પવિત્ર ભૂમિ છે તે હિન્દુ કહેવાય છે અને તેનો ધર્મ છે હિન્દુત્વ.’ વિશ્વવિખ્યાત મહાત્મા શ્રી વિનોબાજી ભાવેએ હિન્દુ પરિભાષા અને લક્ષણો આ પ્રકારે જણાવ્યા છે: જે વર્ણો અને આશ્રમોની વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે, ગૌ-સેવક, ધાર્મિક ગ્રંથને માતાની જેમ પૂજ્ય માને છે તથા તમામ ધર્મોનો આદર કરે છે, દેવમૂર્તિની જે અવગણના નથી કરતો, પુનર્જન્મમાં માને છે અને તેમાંથી મુક્ત થવાની ચેષ્ટા કરે છે તથા જે હંમેશા બધા જીવોને અનુકૂળ વ્યવહાર કરી તેમને અપનાવે છે, તેને જ હિન્દુ માનવામાં આવ્યો છે. હિંસાને લીધે તેનું મન દુખી થાય છે. માટે તેને હિન્દુ કહેવામાં આવે છે
હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા કેવી રીતે? 33 કોટિને જે મૂળ રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને 33 કરોડ ગણવામાં આવ્યા છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે હિન્દુઓના 33 કરોડ દેવી-દેવતા છે. આટલા દેવી-દેવતા કેવી રીતે? ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠે છે. શાસ્ત્રો અનુસાર દેવતાઓની સંખ્યા 33 કોટિ જણાવવામાં આવી છે. આ જ 33 કોટિઓની ગણના 33 કરોડ દેવી-દેવાતાના રુપમાં કરવામાં આવે છે. આ 33 કોટિઓમાં આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ દેવતાઓને 33 કરોડ દેવી-દેવતા માનવામાં આવ્યા છે. કેટલાક વિદ્વાનોએ અંતિમ બે દેવતાઓમાં ઇન્દ્ર અને પ્રજાતપિની જગ્યાએ અશ્વિનીકુમારોને માન્યતા આપી છે. શ્રીમદ્ ભાગવતમાં પણ અશ્વિનીકુમારોને જ અંતિમ બે દેવતા માનવામાં આવ્યા છે. આ રીતે હિન્દુ દેવી-દેવતાઓમાં 33 કરોડ નહીં માત્ર 33 જ પ્રમુખ દેવતા છે. કોટિ શબ્દના બે અર્થ છે, પહેલો કરોડ અને બીજો પ્રકાર. આ રીતે 33 કોટિને જે મૂળ રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને 33 કરોડ ગણવામાં આવ્યા છે.
હિંદુ સંસ્કૃતિનું સંક્ષિપ્ત રૂપ sudhil sharma હિંદુ ધર્મની દ્રષ્ટિમાં ધર્મ, સંસ્કૃતિ, જીવન ત્રણેયનો વિસ્તાર સમાન છે. ત્રણેય એકબીજામાં સમાહિત છે. હિંદુ સંસ્કૃતિ સમન્વય પ્રધાન છે. માટે વસુધૈવ કુટુમ્બકમને હિંદુ સંસ્કૃતિનો મૂળ ભાવ માનવામાં આવ્યો છે. વિશ્વની સાથે સમભાવ પ્રાપ્ત કરવાની પદ્ધતિ સમન્વય છે. વિશ્વના અન્ય પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિઓ આજે લુપ્ત થઈ ચૂકી છે. પરંતુ હિંદુ ધર્મ પોતાની સહિષ્ણુતાના પ્રાણવાયુથી આજ સુધી જીવિત છે. વિવિધતામાં એકતાની પહેચાન હિંદુ સંસ્કૃતિનો પ્રયત્ન રહ્યો છે. જડ અને ચેતનનું અપેક્ષિત મુલ્યાંકન હિંદુ ધર્મ અને સંસ્કૃતિની વિશેષતા છે. ભૌતિક જીવનની નશ્વરતા સાંસારિક સુખ-ભોગ ક્ષણિક અને નશ્વર છે તથા તે ત્યાગવા યોગ્ય છે. આ દ્રઢ માન્યતા હિંદુ ધર્મની વિશિષ્ટ ઓળખ છે. લોક અને પરલોકમાં સમન્વય પ્રાપ્ત કરવાની પ્રવૃતિ હિંદુ ધર્મની મૂળ ભાવના છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં સાહિત્ય, કળા, સૌદર્ય અને સંયમિત જીવન જેવા વરદાનોને પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં આવ્યું છે. ઘર્મ અને જીવનનો મેળ હિંદુ સંસ્કૃતિના આગ્રહનો વિષય છે. આધ્યાત્મની સાધના, ત્યાગ અને સચ્ચરિત્રતા હિંદુ સંસ્કૃતિના આગ્રહનો વિષય છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં કર્મ પર વિશેષ જોર આપવામાં આવ્યું છે. ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે સુંદર અને ઉત્તમ ઉપદેશ આપ્યો છે. જેને માનવો દરેક હિંદુ ધર્મીનું કર્તવ્ય છે. આધ્યાત્મિક જીવન હિંદુ ધર્મ અને સંસ્કૃતિ લૌકિક વિજયથી એટલી તૃપ્ત થતી નથી કે જેટલી આધ્યાત્મિકતાથી પ્રફુલ્લિત, તૃપ્ત અને સંતુષ્ટ થાય છે. સાંસારિક વિજય અને ઉપલબ્ધિની અંદર લોભ, સ્વાર્થ છુપાયેલા હોય છે. જ્યારે આધ્યાત્મિકતા માત્ર ધર્મ અને આત્મ જ્ઞાન પર આધારિત છે. હિંદુ ધર્મમાં નિહિત ઉપાસના, સાધના અને સંસ્કાર મનુષ્યને જન્મથી લઈને મૃત્યુ સુધી આધ્યાત્મિક જીવન માટે તૈયાર કરે છે. હિંદુ ધર્મ પરોપકાર, ત્યાગ, સંયમ, ક્ષમા, દયા, કરુણા, અહિંસા, સત્ય, પ્રેમ, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, સેવા, નિ:સ્વાર્થતા વગેરે સદગુણોની સંયુક્ત મૂર્તિ છે. જેમનામાં ઉપરોક્ત તમામ ગુણો છે, તે જ સાચ્ચો હિંદુ કહેવડાવાને લાયક છે. - માહીતી નેટ પરથી -

Monday 24 December 2012

જાણીલો અને માણીલો “આઈ ટી ફિલ્ડ ની રમુજી કેહવતો”

આભાર મૌનાંક શાહ (માઇંડહૅકર) http://www.facebook.com/groups/196525890475487/ જાણીલો અને માણીલો “આઈ ટી ફિલ્ડ ની રમુજી કેહવતો” => કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય). => પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે). => QA ને માથે કોડ (…ગાંડીને માથે બેડું). => પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા). => કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?). > એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી). => ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર => સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો). => પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.) => એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ) => ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા – જુ.કિ. દાદા) => ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે) => એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ => આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)

Sunday 23 December 2012

30 દિવસમાં તંદુરસ્તી 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.

* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે * તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે. * થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે. * એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે. * ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો . * સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે. * પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે. * વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે. * ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે. * પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે. * સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે. * સમય ન વેડફો - મહામૂલી જણસ છે. * અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે. * દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે. * શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો. * વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી. * વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે. * ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે. * મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે. * ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે. * અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે. * સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે. * હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે. * તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે. * ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે. * રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે. દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

Tuesday 27 November 2012

મનુષ્ય ની માયાજાળ

એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા : [1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો ! [2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો ! [3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ ! [4] એમનાં બાળકોને ખૂબ ઠઠારાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતી થવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો. [5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં ! [6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરાવી દો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંતચિત્તમાં ઊઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો. [7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી. [8] ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો. [9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો. [10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે. [11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો. [12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભ્રમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે ! બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર

Wednesday 21 November 2012

જો મોબાઈલ ગુજરાત માં બનતો હોત તો ?

જો મોબાઈલ ગુજરાત માં બનતો હોત તો??? એમાં આવા ટેમ્પ્લેટ હોત!!!! 1.મારું જમવાનું ના બનાવતી..!! ... 2.ડોબા કોલ કર..!! 3.અરે ગાંડી તું કે શું જમવાનું લેતો આવું ? ;-) 4.કાચી પાત્રીસ ખાલી ચૂનો ૨ ફાકી લેતો આવજે.!! :o 5.સિગારેટ લેતો આવજે..!! :O) 6.આવ ને તેડવા..!! 7.ઓયે ત્યાંથી ના ચલાવતો થોલીયો ઉભો હશે..!! :-) 8.પછી ફોન કરજે અત્યારે બાપા છે...!! ;-) 9.પિક્ચર જોવા જાવું છે ?? B) 10.હમણાં તો મંદી ચાલે છે..!! :) 11.પૈસા કાલે આપી દઈશ ,,પાકું..!! xD 12.બેલેન્સ નથી..!! 13.હાલ ને યાર ગાઠીયા ખાવા જાઇ ..!! :) 14.નીચે ઉભો રે હું હમણાં આવું ..!! :d 15.ઓયે ગાડી આપને ૧૦ મિનીટ માટે.!! :p અને છેલ્લે 16. હાલતો થા..!!v